બધા સાધકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા
- આપણા રોજિંદા સાંસારિક જીવનમાં આધ્યાત્મિક ઘડતર-આચરણને બહુ અવકાશ નથી.
- શિબિરનો ઉદ્દેશ જીવનમાં આધ્યાત્મિકતાને પ્રવેશ આપવાનો છે.
- આ માટે આ૫ણા અનિયમિત અને સ્વચ્છંદી જીવનને નિયમિત કરવા માટે કેટલાક નિયમોનું આગ્રહપૂર્વક પાલન અનિવાર્ય છે.- જેમ કે….
૧ – કોઈ પણ પ્રકારનું વ્યસન નહિ.
૨ શિબિરના દિવસો દરમ્યાન આગ્રહ પૂર્વક મૌન-ધારણ.
વાણીનું મૌન મનનું મૌન.
૩ શિબિરમાં આવ્યા પછી માત્ર એકાંત જીવન.
- હળવું-મળવું નહિ, ટોળે ન વળવું.
- અરસ-પરસ ઈશારા ન કરવા.
- નિવાસેથી ધ્યાન સ્થળે આવન-જાવન બિલકુલ એકાંત, જતાં આવતાં સાથ શોધવો નહિ.
૪ શિબિરનો ઉદ્દેશ – વ્યકિત રૂપાંતરણ કરવાનો છે.
૫ વ્યક્તિ રૂપાંતરણ માટેનું માધ્યમ – મનની શાંતિ, પ્રેમ ભાવ અને આનંદ ભાવની સ્થિતિ રહે તે ખૂબ જરૂરી છે. આ માટે શિબિર જ એનું સબળ અને પરિણામદાયક માધ્યમ છે.
૬ આવો… આત્મભાવે શિબિરમાં જોડાઈ એ.
શિબિરના દિવસો દરમ્યાન આગ્રહ પૂર્વક મૌન-ધારણ. વાણીનું મૌન મનનું મૌન
શિબિરમાં આવ્યા પછી એકાંત જીવન. હળવું-મળવું નહિ, ટોળે ન વળવું. અરસ-પરસ ઈશારા ન કરવા. નિવાસેથી ધ્યાન સ્થળે આવન-જાવન બિલકુલ એકાંત, જતાં આવતાં સાથ શોધવો નહિ.
વ્યક્તિ રૂપાંતરણ માટેનું માધ્યમ – મનની શાંતિ, પ્રેમ ભાવ અને આનંદ ભાવની સ્થિતિ રહે તે ખૂબ જરૂરી છે. આ માટે શિબિર જ એનું સબળ અને પરિણામદાયક માધ્યમ છે.
આવો… આત્મભાવે શિબિરમાં જોડાઈ એ.
શિબિરનો સમય અને વ્યવસ્થા અંગે
આગમન
શિબિર પ્રારંભના આગળના દિવસે સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી આગમન.
પ્રસ્થાન
શિબિર પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદ લીધા પછી જ
આરોગ્ય
કોઈ પણ ગંભીર બિમારીવાળા વ્યક્તિ, સાધક તરીકે શિબિરમાં જોડાઈ શકશે નહિ.
સાધકો સાથે લાવવાની વસ્તુઓ
આધાર કાર્ડ – ફરજિયાત. ઋતુને અનુકૂળ વસ્ત્રો, શાલ, ટુવાલ, ટૂથબ્રસ, ટૂથપેસ્ટ, આસન માળા વગેરે. દવા- ગોળી – જરૂરી હોય તે.
નિવાસ અને ભોજન
નિવાસ સ્થાન ફાળવણી. ભોજન પ્રમાણ – સ્વૈચ્છિક સમજથી મિતાહાર.
પ્રતિબંધિત વસ્તુઓ
મોબાઈલ, લેપટોપ વગેરે જે સાથે હોય તે વસ્તુઓ. આગમન વખતે કાર્યાલયમાં જમા કરાવવાનું રહેશે. કોઈ પણ પ્રકારનું વ્યસન નહિ.
ભોજન વ્યવસ્થા
- પ્રભાતે – ચા, દૂધ, નાસ્તો (સાત્વિક)
- બપોરે – સાદુ, સુરુચિપૂર્ણ ભોજન (સાત્વિક)
- બપોર પછી – ચા, દૂધ
- સાંજે – પરંપરાગત સાદુ ભોજન (સાત્વિક)
શિબિરની સમય સારીણી
| 3.45 | જાગરણ – નિત્યક્રમ |
| 5.00 to 6.30 | સમુહ ધ્યાન |
| 6.30 to 7.00 | યૌગિક વ્યાયામ |
| 7.00 to 8.00 | ચા, દૂધ, નાસ્તો |
| 8.00 to 9.45 | સત્સંગ – ધ્યાન |
| 9.45 to 10.00 | રિસેષ |
| 10.00 to 11.30 | સત્સંગ – ધ્યાન |
| 11.30 to 2.30 | ભોજન – વિશ્રાંતિ |
| 2.30 to 3.00 | ચા – પાણી |
| 3.00 to 6.00 | સત્સંગ – ધ્યાન વચ્ચે રિસેષ |
| 6.00 to 8.00 | સાયં – ભોજન, મૂકત વિહાર |
| 8.00 to 9.00 | જિજ્ઞાસા – પ્રશ્નોતરી |
| 9.00 | યોગ નિંદ્રા |


